જીવન નુ મુલ્ય

  • 2k
  • 2
  • 594

જીવનનું મૂલ્ય સાંજનો સમય, ચારે તરફ ધસમસતો માનવ પ્રવાહ. વાહનોની અવર જવર અને બસ ઘોંઘાટ ઘોંઘાટ ભરેલા વાતાવરણમાં શાંતિની કલ્પના કરવી પણ મૂર્ખામી ભરેલી વાત લાગે. કુદરતની અદ્દભુત રચનાએ બનાવેલા અનેક છતા એકબીજાથી ભિન્ન ચહેરા, દરેક ચહેરા પાછળ એક ભિન્ન કહાની. નોકરિયાતો ઓફિસેથી છૂટીને ઘરે જઇ રહ્યા હતા. તેમના કામનો સમય પૂરો થયો હતો જ્યારે પાણી પુરીવાળા શાકભાજી અને ફળોની લારી ફેરવાનાર ફેરૈયાઓના કામનો સમય શરૂ થયો. “પાવ વડા પાવ વડા” રીંગણ, ટામેટાં,ગાજર, કોબી લો. દસના કિલો દસનાં કિલો” “બંગડી લ્યો ચંદલા લ્યો” વગેરે અનેક આવજો રોડ પર સંભળાઈ રહ્યા હતા.દરેક વ્યક્તિ પોતાની મસ્તીમાં ગુમ હતા. કોઈ બાળકોએ