દ્રશ્ય: - 34 - દિવ્યલોક ભવનમાં ઘણાં સમય પછી જાણે આંનદ લહેરાયો હતો. દિવ્યરાજદાદા અને દેવિકાબહેન સાથે આંનદ કરવા શ્રીમાન અને શ્રીમતિ મહેતા ઉપરાંત દયાંનદભાઇનો પરીવાર અને શાહ પરીવાર જોડાયો હતો, ભાત-ભાતના વ્યજનો બનાવવામાં આવ્યાં હતાં, ખાસ તો શ્રીમાન મહેતાને ભાવતા હોય તેવા વ્યજનો બનાવ્યાં હતાં. મોટા ગોળ ડાયનિંગ ટેબલ ચારેય પરીવાર બેસી ગયો હતો અને દેવિકાબહેન સાથે અનિતાબહેન અને યુવિકા પીરસી રહી હતી. “દેવિકાબહેન, આજે ખરેખર મારા હ્રદયને શાંતિ મળી, લોકોને મર્યા પછી પણ શાંતિ નથી મળતી અને મને અત્યારે જ મળી ગઇ. હવે દેવાને ખુશીથી મળી શકીશ. ખરેખર દેવાએ તમને અન્નપુર્ણા અમસ્તા નહોતું કહ્યું.” શ્રીમાન મહેતા જમતા-જમતા બોલી ઉઠ્યા. “અરે અનંત,