બેવફા - 7

(306)
  • 14.3k
  • 27
  • 8.2k

કાશીનાથ તથા આનંદ સામસામે બેઠા હતા. કાશીનાથના ચહેરા પર વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા. ‘આ તો ઘણું ખોટું થયું દિકરા...!’કાશીનાથના અવાજમાં પારાવાર બેચેની હતી, ‘ધાર્યું હતું, તેનાથી બધું જ ઊલટું થયું ! કાશ...! એ હરામખોર કિશોર, લખપતિદાસને બદલે આશાને મારી નાંખતા તો આપણી બધી જ મુશ્કેલી દૂર થઇ જાત. પરંતુ હવે લખપતિદાસના ખૂનથી આપણી મુશ્કેલી ઘટવાને બદલે ઊલટી વધી ગઇ છે.’