પ્રિતની તરસ - ભાગ ૧

(147)
  • 5.6k
  • 16
  • 3k

શ્યામલી ટ્રેનમાં બારીની નજીક બેસી વરસાદી માહોલ જામ્યો હોવાથી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા નયનરમ્ય કુદરતી દશ્યનો લ્હાવો નિરખી રહી હતી. ઝરમર વરસાદ વચ્ચે રમણીય અને આહલાદક વાતાવરણ સર્જાતા શ્યામલીનું હ્દય પણ સોળે કળાએ ખીલી ગયું હતું. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. સૃષ્ટિનો આ ચાલતો નિરંતર પ્રવાહ, સતત બદલાતું સમયનું ચક્ર, સમગ્ર અસ્તિત્વને એક નવી તાજગી આપે છે. ચોમાસાનું ચુંબકત્વ એવું છે કે પ્રકૃતિનો કોઈપણ જીવ તેમાંથી બાકાત રહી શકતો નથી. વરસાદનું વળગણ એવું છે કે માનવીના મનને ટાઢક કરી દે. બારીશના બંધનમાં જકડાવું સૌ કોઈને ગમે છે. બરસાતની બળજબરીથી ઘરમાં પુરાઈ રહેવું પડે