સંધ્યા સૂરજ - પ્રકરણ - 20

(155)
  • 4.2k
  • 4
  • 2.3k

સૂરજના ગયા પછી હું એણે સમજાવેલ પ્લાનની એક એક વિગતોને યાદ કરવા લાગી. મારે કયા દરવાજા ઓળંગવાના હતા. કયા દરવાજા માટે કઈ કીનો ઉપયોગ કરવાનો, ક્યાં કોનાથી સાવધાન રહેવાનું હતું એ દરેક ચીજ એ મને સમજાવી ચુક્યો હતો અને એ જ બાબત હું મારી જાતને દસેક વાર સમજાવી ચુકી હતી. મારા મનમાં એક અજ્ઞાત ભય આકાર લઇ રહ્યો હતો. જો હું પકડાઈ જઈશ તો શું થશે...?? કદાચ મારા ભાગી ગયા પછી સુરજનો બોસ કે જે કોણ હતો એ હું જાણતી જ ન હતી એને ખબર પડી જશે કે સુરજે મને ભાગવામાં મદદ કરી છે