રેવા - ફિલ્મ રીવ્યુ

(45)
  • 17.9k
  • 2
  • 4.5k

રે... વા... હું આ લખી રહ્યો છું ત્યારે મારા રોમ રોમમાં આ એક જ સ્વર ગુંજી રહ્યો છે અને મારાં પ્રત્યેક રુંવાડા 'રેવામય' થઈને ધન્યતા અનુભવી રહ્યા છે! 'પર' થી 'સ્વ' સુધીની આત્મખોજ કરાવતી આ માત્ર એક ફિલ્મ નહિ પણ ફિલ્મથી વિશેષ એક સફરનો આહલાદ્ક અનુભવ બની રહે છે! જે આપણે બહાર શોધતાં ફરીએ છીએ એ આપણી અંદરથી મળે તો? નર્મદાની પરિક્રમાનો અને એમને પામવાનો અનુભવ તો એમની કૃપા વિના ક્યાં શક્ય છે! પણ એમની અનુકંપાની ઝલક મને 'રેવા'માં મળી!