નથણી ખોવાણી - પ્રકરણ -૧૮

(100)
  • 4.3k
  • 8
  • 2k

  ગૌતમ  એકદમ  સ્તબ્ધ હતો. પોતાનો પિતરાઈ ભાઈ અને એ પણ મિત્ર થી કોઈ જ રીતે ઓછો નહીં , પરંતુ  ક્યારેય આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે,  એમ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. એક  ક્ષણ‌ માટે એના  મન માં વિચાર આવ્યો કે  જેવો આવ્યો છે એવો જ પાછો જતો રહે, પરંતુ બીજી ક્ષણે વિચાર્યું કે તન્વી ને મળ્યા વગર તો  નથી જવું.  સ્ટુડિયો અપાર્ટમેન્ટ હતું એટલે  બારણે ઊભા રહ્યા છતાં અંદર ની દરેક વસ્તુ ની ઝલક મળવી સ્વભાવિક હતી. એની નજર પલંગ પર પડી, અને એની ઉપર  હાફ નાઈટી પહેરી ને સુતેલી  તન્વી પર !            "કોણ છે