એક નગર અને એ નગરનો ધણી રાજા અજયસિંહ. અજયસિંહ જેટલો પ્રજાને વહાલો એટલો જ સતાનો અભિમાની. સતા અને સંપતિ આવે પછી સારા-સારાની મતિ ફરી જાય તો આ અજયસિંહની શુ કામ ન ફરે ? પણ મતિ પણ એવી ફરી કે એના રાજ્યની બાજુમાં જ એના બાળપણના ભેરૂ રાજા અમરસિંહનુ રાજ્ય અને એનું રાજ્ય પડાવી લેવાની લાલચા જાગી. બળેથી તો એને પોગી શકે એમ હતો નહિ અને માંગે રાજ મળે એમ હતા નહિ. આથી હદ નક્કી કરવાના બહાને ઝગડા કરે રાખે. અમરસિંહ સમજતો હતો કે મારા ભેરૂની મતિ ફરી છે આથી એ નમતું જોખે રાખે પણ કેટલા દી’ ? ધીમે ધીમે કરતી