અગિયાર જુન મારો જન્મદિવસ હતો. હું સવારે વહેલી ઉઠી અને રોજ મુજબ ભગવાનને પ્રાથના કરી. હું મારા દરેક જન્મદિવસે ભગવાનને પ્રાથના કરતી. મેં દરેક જન્મદિવસની જેમ એ દિવસની શરૂઆત કરી પણ દરેક જન્મદિવસની જેમ હું ખુશ ન હતી. મારા મનમાં સતત જીનલના વિચારો દોડી રહ્યા હતા. જીવનમાં એ પહેલો જન્મદિવસ હતો જે હું જીનલ વિના એકલા મનાવવાની હતી એમ તો ન કહી શકાય કેમકે હું બહાર રહી ભણતી હતી પણ હા, જીનલે સૌથી પહેલા વિશ ન કરી હોય એવો એ પહેલો દિવસ હતો! અલબત્ત, જીનલની વિશ વિનાનો એ પહેલો જન્મદિવસ હતો જે મારા માટે જન્મદિવસ નહિ