સંભવામિ યુગે યુગે ભાગ ૩૦

(67)
  • 3.1k
  • 1
  • 1.6k

વહેલી સવારે સોમ અને રામેશ્વર તૈયાર થઇ ગયા વડોદરા જવા . સવારે સાત વાગે સોમ પાયલ પાસે હતો . તેણે પાયલ ને કહ્યું મને માફ કરી દેજે મારે લીધે તને તકલીફ પડી રહી છે . પાયલે પૂછ્યું મને અહીં કોણ લાવ્યું અને તને કોણ મદદ કરી રહ્યું છે. સોમે કહ્યું જયારે જયારે કોઈ વ્યક્તિ ને મદદ ની જરૂર હોય છે ત્યારે ઈશ્વર મદદગાર ને મોકલી દે છે તેનાથી વધારે કઈ પૂછતી નહિ .પાયલે કહ્યું હું કેવી રીતે સમજીશ કે મદદ કરવા આવનાર મદદગાર છે કે દુશ્મન ? સોમે કહ્યું કે તને મદદ કરવા આવનાર વ્યક્તિ આ લોકેટ લઈને આવશે .