સપના અળવીતરાં ૧૨

(42)
  • 3.2k
  • 6
  • 1.3k

"આહ.... "કે. કે. ના મોઢે થી એક દર્દભરી સિસકારી નીકળી ગઇ. હાથમાં પકડેલી પેન છૂટી ગઈ. જમણા હાથના મૂળમાં, બગલ પાસે જોરદાર સણકો ઉપડ્યો અને આખા હાથમાં ઝણઝણાટી થવા માંડી. હાથની નસો બધી અંદરની બાજુ ખેંચાતી હોય એવું લાગ્યું. કાળી બળતરા થવા માંડી. થોડા સમય માટે જાણે હાથ પરનો કંટ્રોલ છૂટી ગયો. ઘણી કોશિશ છતાં દુખાવાના કારણે આંખમાં આછા ઝળઝળિયાં આવી ગયા. સમય જાણે થંભી ગયો અને દુખાવો વધતો ગયો. કે. કે. એ ડાબા હાથની હથેળી જમણી બગલ પર દબાવી દીધી. તેને અહેસાસ થયો કે બગલની ગાંઠ થોડી મોટી થઈ ગઈ હતી. તેના કાનમાં ડૉ. ભટ્ટ અને આદિત્ય ના અવાજ