પ્રણય સપ્તરંગી પ્રકરણ - 10 સીમા અને સાગર પ્રેમ દરિયામાં ડૂબી ગયાં. કેટલોય સમય પ્રેમ કર્યો એકમેકને પરોવાઇને છતાં સીમા મર્યાદા ઓળંગ્યા વિના પ્રેમ કરતાં રહેલાં. સાગરે સીમાનાં ગાલ ઉપર ચૂમી લેતાં પૂછ્યું" હું આવ્યો અને બસ તારામાં ખોવાયો બધું જ ભૂલીને. હવે મને અહીં બોલાવવાનું કારણ આજ હતું ? એમ કહીને સીમાનાં નાકને કરડવા માંડ્યો સીમાએ ધીમી ચીસે કહ્યું" એય જંગલી વાગે છે દાંત ના પાડ મારે જવાબ આપવો ભારે પડશે. સાગરે કહ્યું" આ બધી મારીજ અમાનત મારોજ માલ છે કહી હસવા લાગ્યો એણે સીમાને બાંહોમાં જકડતા કહ્યું હું જાણે મોટી જાગીરદાર હોઊં પ્રેમ મિલ્કતનો એવો એહસાસ થાય