કરામત કિસ્મત તારી -7

(59)
  • 3.6k
  • 7
  • 1.9k

અસિતને આખી રાત ઉઘ આવતી નથી. નવ્યા ક્યાં હશે ?? શુ થયું હશે?? એમનેમ પડખા ફેરવવા માં સવાર પડી જાય છે. તે સવારે ઉઠીને તેના બેડની ચાદર સરખી કરવા જાય છે ત્યાં ઓશિકા નીચે થી એક ચીઠ્ઠી મળે છે. તે નવ્યા એ લખી હોય છે ," અસિત, તુ મારો ખાસ દોસ્ત છે ,અને હંમેશાં રહીશ. જિંદગી માં તારા જેવા માણસો મળવા મુશ્કેલ હોય છે. મુશ્કેલી માંતો પોતાના પણ સાથ છોડી દે છે જ્યારે તે તો મારી જિંદગી બચાવી છે. તમારા બધાનો ઉપકાર હુ જિંદગીભર નહી ભુલુ. પણ હુ હવે તમારા પર વધારે બોજ બનવા નથી ઈચ્છતી. માટે મને શોધવાનો પ્રયત્ન