કિશોર અને અનવર એકદમ ભીંજાઇ ગયા હતા. પણ તેમ છતાંય તેઓ સ્ફૂર્તિમાં હતા. અત્યારે બંને લખપતિદાસનાં રૂમની બારી નીચે ઊભા હતા. અનવરનાં હાથમાં છૂરી તથા કિશોરના હાથમાં જૂની કટાર જકડાયેલી હતી. વરસાદનો વેગ વધતો જ હતો. બંને બારીની નીચે દીવાલ સરસા ઊભા હતા. બારી તેમના માથાથી ત્રણેક ફૂટ જેટલી ઊંચી હતી. થોડી વાર પહેલાં જ તેમને બંગલાના આગળના ભાગમાંથી કૂતરાના કાન ફફડાવાનો અવાજ સંભળાયો હતો. રૂમમાં સળગતી લાઇટનો પ્રકાશ બારીમાંથી બહાર રેલાતો હતો.