અધુરા ઓરતા

(16)
  • 3.1k
  • 3
  • 610

          અધુરા ઓરતા             - કિસ્મત પાલનપુરી             ઉનાળાના દિવસો હતા એ કુંભીને અઢેલીને બેઠી હતી. એને બચપણ યાદ આવ્યું કેટલી ખુશ હતી એ ત્યારે બધાં બહું વ્હાલ કરતાં અને આંખોમાં અશ્રુઓ ની ટશરો ફુટી. નજર સામે બધું  ધુંધળું દેખાવા લાગ્યું. પાલવથી આંશુઓ લુંછીને એણે આંગણામાં જોયું એક કાબર દાંણા ચણતી હતી. એને એક પગ જ ન્હોતો એ બહુ મહેનત થી એક પગે ઊભી રહી દાંણા ચણતી હતી. એ જોઈ એને દોડી કાબરને મદદ કરવાનું મન થયું. પણ એનાં મા ચેતના જ ન્હોતી એની ઉઠવાની, દોડવાની જાણે કે