મજબૂરી..... અધૂરી પ્રેમ કથા.. તને ખબર નથી પડતી, કેમ આજ કાલ તું એમ કરે છે કેટલી રીંગો વાગી, પણ તું કોલ રિસીવ ક્યાં કરે ? આજ કાલ તું બહુ બીઝી રહે છે. અપૂર્વએ એકીશ્વાસે નેહાને કોલમાં સંભળાવી દીધું, અને કોલ મૂકી દીધો. નેહા પણ શું કરે ઘરે એટલું બધું કામ હોય છે કે ના પૂછો વાત ! અને પાછા હાલ લગ્નના દિવસો ચાલે છે એટલે કામ પણ બમણું થઈ ગયું છે, નેહા પોતાની જાતને જ વાતો કરવા લાગી. પછી ધ્યાનમાંથી જાગી ફરી એ કામમાં પરોવાઈ ગઈ. નેહા અને અપૂર્વ છેલા ચાર વર્ષથી પ્રેમમાં હતા. એટલા નજીક આવી ગયા હતા કે