સપના અળવીતરાં ૧૧

(44)
  • 3.1k
  • 4
  • 1.3k

"પણ કેમ? "આદિત્ય નો અવાજ ગૂંજતો રહ્યો અને કે. કે. ત્યાંજ પલાંઠી વાળીને બેસી ગયો. નાના છોકરા ની જેમ રેતીનો મહેલ બનાવવા માંડ્યો. આદિત્ય વિસ્મયથી તેની સામે જોઈ રહ્યો. સવારથી કે. કે. કંઈક અલગ જ રીતે વર્તી રહ્યો હતો, અને કદાચ, જિંદગી માં પહેલી વાર આદિત્ય માટે કે. કે. એક કોયડો બની ગયો હતો.કે. કે. અને આદિત્ય ની અન્ડરસ્ટેન્ડીંગ એટલી જોરદાર હતી કે બંને એકબીજાનું મન વાંચી શકતા. વગર બોલ્યે એકબીજાને સમજી શકતા. પરંતુ આજનું કે. કે. નુ વર્તન તે સમજી નહોતો શકતો. તેણે પણ કે. કે. ની બાજુમાં બેઠક જમાવી. થોડીવાર સુધી કે. કે. ની મહેલ બનાવવાની કારીગરી જોતો