બેવફા - 4

(315)
  • 17.4k
  • 22
  • 9.9k

દરિયાનાં મોજાંની ગરજ્ના દૂર દૂર સુધી સંભળાતી. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. રાતનાં બાર વાગ્યા હતા. લખપતિદાસનો ચહેરો લાલઘુમ હતો. એની નજર બેડરૂમના બારણા પર જ સ્થિર થયેલી હતી, કે જે ઉઘાડીને થોડી પળો પહેલાં જ આશા બહાર ગઈ હતી. એના જડબાં ભીંસાયેલા હતા. ક્રોધનાં અતિરેકથી બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. પોતાની સાથે દગો થતો હોય એવું છેલ્લા બે દિવસથી તેને લાગતું હતું. એવો દગો કે જે તેનાં સુખ-ચેન હણી લે તેમ હતી. એની આબરૂ ધૂળ-ણી કરી નાંખે તેમ હતો. યુવાન છોકરી સાથે લગ્ન કરીને એણે જે ભૂલ કરી નાખી હતી, તે આવો દગો કરશે એવી તો તેણે કલ્પના પણ નહોતી કરી.