ચમકારો !

(34)
  • 3.9k
  • 4
  • 1.2k

ઓહો.....હો! મેં તો ખબર નહીં પાછલા જન્મ માં કેવા કર્મ કર્યા હશે તે આ ધર મા ફસાઇ ગઈ! માણસો કેવા મોજ શોખ પુરા કરી હાઈ-ફાઈ જીવન જીવતા હોય અને આપણે કેવું ફટીચર જેવું જીવન જીવીએ છીએ. ક્યારેક તો એવા વિચાર આવી જાય છે કે આ બે છોકરા ને મારી ને હું પણ મરી જાઉં! જીવગઢ નામના આ ગામ મા જય એની પત્ની જયા અને એમના ઉમર માં નાના દિકરા દિકરી જોડે ભાડા ના ધર મા રહેતા હતા! જય એક પ્રાઈવેટ કંપની માં વીસ હજાર ના વેતન પર નોકરી કરતો હતો. પત્ની ના આવા શબ્દો એને રોજ સાંભળવા મળે!