પ્રણય ચતુષ્કોણ - 2

(52)
  • 3.2k
  • 6
  • 1.8k

સવારના 6 વાગ્યા છે.  દહીંસરમાં સ્ટેશન નજીકની ચાલમાં અવર - જવર  શરૂ થઈ ગઇ છે. લોકલ ટ્રેનનો અવાજ પિયાની ઊંઘ ઉડાડે છે. પિયા માટે આ શહેર, આ લાઈફ-સ્ટાઇલ બધું નવું છે. પિયા ઝડપથી ફ્રેશ થવા જાય છે પણ આ તો મુંબઈની ચાલ ત્યાંતો સવારે નાહવા-ધોવા પણ લાઈનમાં ઉભું રહેવું પડે. પિયાએ લાઈન જોતા જ એક નિસાસો નાખ્યો અને વિચાર્યું કે આવતી કાલથી 5.30 વાગ્યે ઉઠવું પડશે. ફ્રેશ થયા પછી પિયા ફટાફટ શ્રી- નાથજીની મૂર્તિના દર્શન કરે છે અને સ્ટેશન તરફ જવા નીકળે છે.હજી તો એ રોડ ક્રોસ કરે ત્યાંં જ ધોધમાર વરસાદ ચાલુ થયો. પિયા હજી કંઈ વિચારે એ પહેલાં તો એ પલળી