આકાંક્ષા ને ઊંઘ નહોતી આવી રહી . ઘડિયાળ માં જોયું તો સાડા ચાર વાગી ચૂક્યા હતા . એને થોડી ચિંતા થઈ . ફોન લગાવ્યો , પરંતુ ફક્ત રીંગ જ વાગતી હતી . થોડી ઉદ્વિગ્ન થઈ ગઈ. પળભર માં તો મનમાં હજાર નરસા વિચારો આવી ગયા . ફરી પ્રયત્ન કર્યો . અમોલ ને બારીક ક્યાંક રીંગ નો અવાજ સંભળાયો. નજીક ના ટેબલ પર ફોન પડ્યો હતો . ઉઠાવ્યો અને જોયું તો આકાંક્ષા નો કૉલ હતો. "હલો "" હલો ! ક્યાં છો ? " આકાંક્ષા એ ચિંતિત સ્વરે પૂછ્યું . અમોલ આમ તો આસાની થી કહી દેતો કે ' તન્વી ના ઘરે છું '