લાઇમ લાઇટ - ૯

(257)
  • 6.6k
  • 9
  • 3.7k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૯ પ્રકાશચંદ્રએ રસીલીને "લાઇમ લાઇટ" ના પ્રચારમાં પોતાના વિશે કંઇ પણ ના કહેવાની તાકીદ કરી એ રસીલીને યોગ્ય લાગ્યું હતું. એકમાત્ર પ્રકાશચંદ્રને જ તેના ભૂતકાળની ખબર હતી. ફિલ્મ લાઇનમાં રસીલીનું ભવિષ્ય ઉજજવળ બને એવું પ્રકાશચંદ્ર ઇચ્છતા હતા. પણ રસીલી પોતાના ભૂતકાળને ભૂલી શકવાની ન હતી. વળગાડની બીમારીની જેમ વારેઘડીએ ભૂતકાળ મનના વૃક્ષની એક ડાળી પર આવીને બેસતા પંખીની જેમ યાદ આવી જતો હતો. પ્રકાશચંદ્રના ગયા પછી ફરી તે જીવનના એ કાળમાં સરી પડી જ્યાંથી અહીં સુધીની નિસરણી બની હતી. હોસ્પિટલમાં અકસ્માતને કારણે ઘાયલ પિતા પાસે રાત્રે રોકાયેલી રસીલીને વોર્ડબોય રાઘવે બાજુની ખાલી રૂમમાં આરામ