તેજસ કંપનીનો ફાઉન્ડર અનિકેત પટેલ બેલ વગાડે છે એટલે તરત એક પ્યુન દરવાજો ખોલે છે. દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો એટલે અનિકેત ઉંચુ જોયા વગર સીધુ કહે છે, "મોહિતને કહો એકાઉન્ટન્ટ માટે આવેલા રીઝયુમ મને મેઈલ કરે." થોડીવાર થઈ એટલે અનિકેતના કમ્પ્યુટરમાં નોટિફિકેશન આવે છે. અનિકેત કમ્પ્યુટરમાં બધાં રીઝયુમ ઓપન કરીને જુવે છે. બાયોડેટા પર જોતાં જોતાં અનિકેતની નજર એક નામ પર અટકી જાય છે, પરિહા શાહ... શાહ પર ભાર દેતા અનિકેત આખું નામ બોલ્યો. જાણે વિશ્વાસ ના થતો હોય તેમ ફરીથી એક વખત નામ વાંચે છે. મનમાં એક વિચાર આવી