અભણ ખલાસી

(17)
  • 2.9k
  • 5
  • 1.2k

                  “કિસન… ઓ કિસન.. હાલ ભાઈ ઝટ, બે વાર ટંડેલના ફોન આવી ગીયા. બીજા બધી ખલાઈ પણ કવારના વા’ણે આવી ગયાશ.” ભગાએ કિસનના બારણે ઊભા રહી, અધીરાઈથી હાકલ કરી.“આવું ભાઈ, જરીક થોભ તો ખરી.” કિસન તેના જૂના ખખડધજ કબાટમાં કંઇક ફંફોસતા, લાપરવાહીથી બોલ્યો.“ભાભી, આ હું ગોતેશ ઈમાં ?” ભગાએ રમીલાભાભી તરફ જોતા જાણી જોઈને પૂછ્યું.“બીજું હું હોય ? ઈના ફાટેલા ચોપડા. બીજું દેખાઈશ પન હું ઈને. તને તો ખબર છે કે વા’ણમાં પન છાપાને ચોપડા વગર નથ હાલતું ઈને ! કંઈ હમજાવ... હમજાવ... હવે. હું તો થાકી ગઇશ હમજાવી હમજાવીને.” રમીલાભાભીએ આજે પણ