ચાર-ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં..! જેના ઘરમાં એક બંગડીવાળીનો પણ દુકાળ હોય, એને તો આ ગીત, નેતાના ઠાલા વચન જેવું લાગતું હશે નહિ..? મનમાં બબડતો પણ હશે, કે અહિ એકના ઠેકાણા નથી ને, આ ચાર-ચાર બંગડીની ફેંકે છે બોલ્લો..! તાકાત હોય તો, ચાર-ચાર બંગડીવાળી એકાદ મેળવી તો આપો ? પછી જુઓ, માતાજીને છોડી, કિંજલફોઈની આરતી ઉતારું કે નહિ..? ( હા...! કિંજલબેનને ફોઈ જ કહેવાય, એમને પણ લાગે કે, ભત્રીજો મારી કેવી ‘મર્યાદા’ જાળવે છે.? ) આપણા કયાં કોઈ માંગા આવવાના છે...?)