"સકન લ્યો સકન.." બહાર શેરીમાં કોઇનો અવાજ સંભળાયો. ઘડિયાળ સામે જોયું તો ઘડિયાળનો કાંટો સવારનાં ચાર વાગ્યાનો સમય બતાવતો હતો. "આ લોકોને નવા વર્ષનાં પ્રભાતે પણ શાંતિ નથી.." નવા વર્ષનાં વિચાર સાથે પથારીમાંથી સફાળો બેઠો થઇ ગયો. બારી ખોલી બહાર જોયું તો કોઇ નહોતુ