આખરી ઈચ્છા.

  • 2.1k
  • 2
  • 556

   સવારના દશેક વાગ્યા હશે ને હું એક હાથમાં ટીફીન સાથે બસમાંથી કોઝી ટાવરે ઉતર્યો. મને સવારથી અજંપો તો હતો જ તેમાં પણ સવારના પહોરમાં ખેમજીના ફોને વિચારતો કરી મુક્યો. તે દવાખાને હતો. ત્યાંથી ફોન કર્યો કે " માસ્તર તમે ઈયા આવો મારે થોડુંક અંગત કામ છે ! "મોતનાં બીછાને પડેલાં ખેમજીને એવું તો કયું અંગત કામ હોય કે મને બોલાવે ! તો પણ નિશાળમાં રજા મુકી ટીફીન લઈ ને અથડાતો કુટાતો સવા અગિયારે હું દવાખાને પહોચ્યો. તેનાં હોઠ આછું હસ્યાં ને આંખોમાં અશ્રુઓની ટશરો ફુટી. હું જોઈ રહ્યો તેનાં કૃશ શરીરે ઉઠવા માટે મથામણ કરી. તેનાં આ પ્રયાસે એનાં