રેવા તીરે

(18)
  • 3.7k
  • 2
  • 756

રેવાતીરે બે હદય….‘એય મિસ્ટર!આ ડસ્ટબીન નથી,આપણી નદીઓ આવા જ લોકોને લીધે ગંદી છે,કેરલેસ પીપલ’,મોં મચકોડી તે છોકરા તરફ હાથ બતાવી માનુષી બોલી.પોતાના એક હાથમાં પ્લાસ્ટિકનું બેગ અને બીજા હાથમાં વેફરનું રેપર પકડી રહેલાં પેલા યુવાને માનુષી તરફ હળવું સ્મિત કરી આશ્ચર્યથી જોયું અને કંઈ પણ બોલ્યા વગર આસપાસ પડેલા પ્લાસ્ટિક અને કચરો બેગમાં ભરવા લાગ્યો.માનુષીની બાજુમાં ઉભેલી એની ફ્રેન્ડ રીયા બોલી,’અલી એ કચરો ફેંકતો નથી બટ ભેગો કરે છે….સીઈઈઈઈઈઈ’‘ઓ માય ગોડ,સાચે યાર ….હવે…..હું શું કરું?’, માનુષી સંકોચાતા બોલી.તો સ્નેહા બોલી,’સાવ ડફર છે તું…..આ રેવાનો પ્રેમ તને શું શું બોલાવશે.આટલો અપ-ટુ-ડેટ,હેન્ડસમ બોય તને અનકલ્ચર લાગ્યો.જા હવે માંફી માંગ.‘ઓકે, ઓકે….જાવ છું’,આટલું માનુષી