હર્ષ અને વિધિ ...(એક અધૂરી પ્રેમ કહાની) હર્ષની ભીની આંખ બહાર આવેલા મહેમાન જોઈ ન જાય એ માટે બે મિનિટ ડોરબેલ વાગી છતાં પણ એને દરવાજો ન ખોલ્યો. બરાબર મોઢું પાણીથી ધોઈને એકદમ સ્વસ્થ થઈ એને દરવાજો ખોલ્યો.જોયું તો એનો મિત્ર સૂરજ આવ્યો હતો. આવ ,બેસ સૂરજ .હર્ષે મીઠો આવકારો આપ્યો. અંદર નજર પડતા બધું વેર વિખેર પડેલું હતું. ચાના કપ પણ ધોયા વિના પડ્યા હતા.આ બાજુ અનેક પુસ્તકો પણ વેર વિખેર પડેલા, આ બધું આડું અવળું જોઈ સૂરજ બોલ્યો ," મેં તને કેટલી વાર કહ્યું દોસ્ત! તું માનતો કેમ નથી તું લગ્ન કરીલે પ્લીઝ ! ના હાલ નહિ