પ્રપોઝ-5

(49)
  • 6.4k
  • 3
  • 2.5k

21 મી જાન્યુઆરીની રાત્રે બંનેના હૈયામાં કારણ વગરની તંગદિલી ફેલાયેલી હતી. આજે રાત્રે પણ નેહલ પોતાના ઘરે એકલી જ હતી. પણ નીરવનાં ઘરે એના ઘરના બધા હાજર જ હતા. નિરવે એમ માની જ લીધું હતું કે નેહલનો જવાબ 'ના' જ છે. બસ હવે એ શેરી વચ્ચે પોતાને અપમાનિત ન કરે એટલે ભગવાનનો પાડ માનું.પણ નેહલની હાલત વિચિત્ર હતી. એ સમજી નહોતી શકી કે નીરવ પોતાના ક્યાં વ્યવહારના કારણે દૂર દૂર ભાગે છે ? એવું તે શું બન્યું કે નીરવ પોતાની સામે આવવા નથી માંગતો. એ રાત્રે પથારીમાં પડતા પહેલા તેણે લેટરબોક્સની તિરાડમાંથી વારંવાર નીરવનાં ઘર તરફ જોયું. પણ દરવાજો ખુલવો તો દૂર.