બેવફા - 1

(440)
  • 36.6k
  • 73
  • 24.2k

રાતના સાડા અગિયાર વાગ્યા હતા. સાંજના સમયે હંમેશા ચિક્કાર રહેતા ડિલક્સ હોટલના આલિશાન બાર હોલમાં અત્યારે ત્રણ-ચાર ગ્રાહકો જ હતા. વેઈટરો સાફસૂફી કરતા હતા. દસેક મિનિટ પછી એક યુવાનને બાદ કરતાં બીજા ગ્રાહકો પણ ચાલ્યા ગયા. પરંતુ એ યુવાન જાણે કે ત્યાંથી ઊઠવા જ ન માંગતો હોય તે રીતે બેઠો હતો. તેના ચહેરા પર નશાની સાથે સાથે ઉદાસી, નિરાશા અને ગમગીનીના હાવભાવ છવાયેલા હતા. આંખો લાલઘુમ થઈ ગઈ હતી. રહી રહીને તે જાણે કોઈકના પર હુમલો કરતો હોય એમ દાંત કચકચાવીને હવામાં મુક્કો ઉછાળતો હતો.