કહાની ક્યારે બને છે ? જયારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે ? કે કોઈ આપણું સૌથી નજીકનું દુર જતું રહે ત્યારે ? કે કઈ અકલ્પનિય બને ત્યારે ? કદાચ એવુંજ હશે પણ સાચું કહું તો કહાની ત્યારે સર્જાય છે જયારે એક નાનકડી ઘટના કે નાનકડા ક્ષણ માટે ઘટેલી કોઇક વાત આપણી આખી જિંદગીનો પડછાયો બની જાય છે. જંયા આપણે ત્યાં ત્યાં એ આપણી પાછળ અને ક્યારેક આપણી સાથે. વિજય સત્યાવીસ વર્ષનો જુવાન, રંગે શ્યામ પણ દેખાવ ગજબનો, છપ્પનની છાતી વાળો રુઆબ, તાવ દઈને રોફ જમાવી શકાય એવી મૂંછ, પાણીદાર આંખો, આછી આછી દાઢી અને છ ફૂટ કે એનાથી થોડી વધું