વિદેશમાં મળેલું દેશી દિલ - ભાગ-૧

(50)
  • 6.5k
  • 11
  • 2.8k

ભાવનગર જિલ્લા ના ઘોઘા તાલુકાનું નાનકડું ગામ કરેડા ગામના સરપંચ ભગવાનભાઇ દિહોરા જેવું તેમનું નામ તેવો જ તેમનો સ્વભાવ, પ્રેમાળ વ્યક્તિત્વ, હંમેશા હસતા જ રહે અને તેમની સાથે કામ કરવા વાળા ને પણ ગમ્મત કરાવે. તેમની પાસે ગામના કે ગામની બહારના કોઈપણ માણસ તેની મુશ્કેલી લઇ ને જાય એટલે ભગવાનભાઈ તુરંત જ તેનો નિકાલ કરી આપતા. ભગવાનભાઈએ ખાલી ૭ ધોરણ સુધી નો જ અભ્યાસ કરેલો છતાં પણ તેમની કોઠા સુઝથી ગમે તેવી મુશ્કેલીમાં પણ તે રસ્તો કાઢી આપતા. વળી પાછા છેલ્લા ૨૦ વર્ષોથી ગામના સરપંચ પણ હતા અને તેમના દાદા પરદાદાઓ મોટા જમીનદાર હતા એટલે ૩૦૦ વિઘાની