મહેક - ભાગ - ૧૧

(67)
  • 2.7k
  • 6
  • 1.2k

મહેક ભાગ-૧૧"હાય.. ફ્રેન્ડસ.." કાર પાસે આવીને કાજલ બોલી."તમે અહીં કેમ ઉભા રહ્યાં..? કોઈ પ્રોબ્લમ..?" કારમાથી બાહર આવતા મહેકે  પુછ્યું.."આપણે સાંગલાવેલી નજદીક પોહોચવા આવ્યા છીએ, એટલે મે વિચાર્યું અહી થોડીવાર રોકાઈ તારો આગળનો શું પ્લાન છે એ જાણી લઉ.અહી  રેસ્ટોરન્ટ છે એટલે થોડી પેટપૂજા કરી સાથે આગળ જઈએ." કાજલે પંકજ સામે જોઈ સ્માઈલ કરતા કહ્યું. કાજલના સ્માઈલ કરવાથી એ કારની બાહર આવી બોલ્યો. "હા.. ચાલો થોડીવાર અહીં રોકાઈ નાસ્તો કરી પછી નીકળ્યે.."બધા સામે દેખાતી  રેસ્ટોરન્ટ તરફ ચાલ્યા.. મહેકને જોય એના બધા ફ્રેન્ડસ ઘેરીને સવાલોનો વરસાદ કરી દિધો. "આ બધું શું છે.? તું અહી કયાં કામે આવી છે.? તે અમને પહેલાં કેમ