માઁ ની મુંજવણ-૧

(75)
  • 7.5k
  • 5
  • 4.3k

તૃપ્તિ અને હું એટલે અમારી હોસ્ટેલનું મોજીલું વાતાવરણ, બંન્ને ખુબ ચંચળ, મસ્તીમાં સૌનું મન ખુશ રાખનાર અને અમારી હોસ્ટેલનું કેન્દ્રબિંદુ એટલે મારી ને તૃપ્તિની દોસ્તી...આમ પણ દોસ્ત એવા જ હોય ને કે જે મોઢું જોઈને સમજી જાય કે સામે વાળાના મન માં શું વ્યથા છે? વગર બોલ્યે બધું જાણી જાય...બસ આવી જ અમારી દોસ્તી હતી. અમારી દોસ્તી ગમે તેના મનમાં ઈર્ષા ઉદભાવે એવી હતી. બે બહેનોને પણ ન બને એટલું મને અને તૃપ્તિને બનતું હતું. અમે બંન્ને જુદી ફેકલ્ટીમાં હતા, આથી સાંજે હોસ્ટેલ પરત ફરીયે એટલે નાસ્તો કરતા કરતા આખા દિવસની બધી જ વાત એક બીજાને ન જણાવીએ ત્યાં સુધી