વાત્સલ્ય ની અમીધારા

  • 3.1k
  • 2
  • 828

'વાત્સલ્યની અમીધારા',આજે એના પપ્પાની પુણ્યતિથિ હતી.નાહીને દીવો કરી, પ્રભુનું નામ લઈ એ પપ્પાની છબી સામે આવી. પપ્પાને બહુ જ ગમતું ગુલાબનું ફૂલ એમની છબી પાસે મૂકતાં એની આંખો ભરાઈ આવી.પપ્પા એને બહુ ગમતા. પિતાની છત્રછાયા તો એણે બહુ નાની વયમાં જ ગુમાવેલી. લગ્નના થોડા દિવસ પહેલાં પપ્પા જ્યારે એમના ઘરે આવેલા ત્યારે એની બાએ એમને કહેલું,’બાપ વગરની છોકરી છે અને હજી નાની છે. એની ક્યાંય કોઈ ભૂલચૂક થાય તો વેવાઈ,મોટુ મન રાખજો.’બાની વાત સાંભળીને પપ્પાનું મોં પડી ગયું હતું. ‘ એવી વાત જ તમે શું કામ કરો છો વેવાણ, કે એ બાપ વગરની છે. હું એનો પપ્પા બેઠો છું ને