પુર્ણ અપુર્ણ પ્રેમ

(36)
  • 2.6k
  • 12
  • 671

મયંક અવારનવાર શ્યામજીકૃષ્ણવર્મા ગાર્ડનમાં મન હળવું કરવા માટે જતો. તેની સાથે તેનો મીત્ર વિજય પણ હોય. મયંક એમ.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિજય અને મયંક નાનપણના મીત્ર હતાં અને સાથે જ ભણતાં આવ્યા છે. એટલે વિજય પણ મયંકની સાથે એમ.કોમના પ્રથમ વર્ષમાં જ અભ્યાસ કરતો હતો. આ બંનેની મીત્રતા પાક્કી હતી. બંને એકબીજાનું દુ:ખ એકબીજા સાથે શેયર કરતાં.મયંક અને વિજય અવારનવાર શ્યામજીકૃષ્ણવર્મા ગાર્ડનમાં આવતાં. આજથી એક અઠવાડિયા પહેલાં મયંકની ગાર્ડનમાં આવતી કોઈક છોકરી સાથે મિત્રતા થયેલી. તે છોકરી સાથે મયંકની મિત્રતા થઈ એટલે વિજય પણ તેને ઓળખવા લાગ્યો. તેનું નામ હતું શ્વાતી શ્વાતી ખુબ જ રૂપાળી અને સુંદર છોકરી. તેની