દ્વિમુખી પ્રેમ (ભાગ 3)

(53)
  • 3.3k
  • 7
  • 1.3k

...... ગતાંક થી ચાલું...    સૌ મિત્રો ગોવા જવાની તૈયારી કરવાં લાગ્યાં. આ બાજુ પ્રિયા પણ ગોવા જવાની વાત ઘરે જણાવે છે અને તેનાં માતા પિતા તેને સહર્ષ જવાની અનુમતિ આપી દે છે.પ્રિયા પેકિંગ પતાવીને સવારે વહેલાં ઉઠવાનું હોવાથી રાત્રે જમીને વહેલી સુવા માટે જતી રહે છે. તે સૂતા પહેલાં એકવાર પોતાનું આવતીકાલે લઈ જવાના સામાન ને તપાસીને પલંગ પર સૂવા માટે પડી. પણ ખબર નહી કેમ આજે તેને કેમેય કરીને ઊંઘ આવી રહી નહતી. આજે ખબર નહીં કેમ પણ તેને મગજ માં મોહિત નાં વિચારો આવી રહ્યાં હતાં.       તે મોહિત સાથે ગોવા જવાનાં વિચારો માં ખોવાઈ ગઈ