પ્રપોઝ-4

(33)
  • 5.2k
  • 12
  • 2.5k

21મી જાન્યુઆરીની સવારે નેહલની ખુશી ત્યારે બેવડાઈ જ્યારે ભાઈને ત્યાં દીકરો જનમ્યાના સમાચાર તેને વહેલી સવારે મળ્યા. અને યોગાનુયોગ જન્મનો સમય રાત્રે સાડા બાર આસપાસ....મતલબ કે જયારે એ નીરવનો પત્ર વાંચી રહી હતી, ત્યારે એક સાથે બે પુરુષો તેની જિંદગીમાં આવ્યા હતા. એક પ્રિયતમ તરીકે ને એક ભત્રીજા તરીકે.પહેલા તો નિરવને એના પ્રપોઝલનો જવાબ આપવો, અને પછી પોતે ફોઈ બની ગઈ એ સમાચાર આપવા તે તલપાપડ બની ઉઠી. રોજ કરતા આજે નહાવામાં વધારે સમય વિતાવ્યો. આજે તો નવા કપડાં પહેરવાનું તેની પાસે જબ્બર બહાનું હતું. દુનિયાને દેખાડવા માટે ફોઈ બની તે બહાનું. અને પ્રિયતમને બતાવવા માટે પ્રેયસી બની ગઈ તે