આરાધનાનો કિસ્સો નજીકનો ભૂતકાળ હતો. પણ એ માણસે મને કોઈ ભૂલ માટે કિડનેપ કરી છે એમ કહ્યું એટલે મને આરાધનાનો કીસ્સો યાદ આવી ગયો. કારણ કે આરાધનાના કેસમાં મેં ઘણો રસ લીધો હતો જે કિડનેપરોને ગમ્યું નહી હોય. પણ આરાધના ગુમ થઇ એ પહેલા ઘણી ઘટનાઓ થઇ હતી. હું એ બધી ઘટનાઓ યાદ કરવા લાગી. કદાચ શનિવારને મારા જીવન સાથે કોઈ ખાસ સંબંધ હતો. મારો જન્મ શનિવારના દિવસે થયો હતો. મમ્મી મને શનિવારને દિવસે છોડીને ગઈ હતી અને આજે પણ શનિવાર હતો. શનિવારની સાંજ હતી. હું મારા લેપટોપ પર ટોમ્બ રાઈડર ગેમ રમી રહી હતી. લારા