નથણી ખોવાણી - પ્રકરણ -૧૫

(93)
  • 3.5k
  • 8
  • 1.7k

અડોશ- પડોશ  અને સગા  - વ્હાલા ઓ   સૌ આકાંક્ષા ને  ખુશી નાં સમાચાર ની શુભેચ્છાઓ ની  સાથે  અવનવી સલાહો પણ આપી ને જતા.  શું વાંચવું -  શું ના વાંચવું ?   શું ખાવું -  શું ના ખાવું  ? ટી.વી. માં શું જોવું ? અરે ! ક્યાં કલર નાં  કપડા  ' ના  ' પહેરવા… જેવી સલાહો શુદ્ધા મળતી.   પરંતુ  બા પરંપરા સાચવી ને  પણ નવી પેઢી જોડે  ખૂબ જ સારી રીતે ભળી જતાં ;  એટલે એ આકાંક્ષા ને એક જ સલાહ આપતા , "  તને જે વાંચવાનું મન થાય એ  વાંચી લેવું  અને જે ખાવા નું મન થાય એ ખાઈ લેવુ ,