સંધ્યા સૂરજ - પ્રકરણ - 9

(166)
  • 4.8k
  • 6
  • 2.5k

દરવાજો ખુલ્યો. એ જ યુવક અંદર દાખલ થયો. તેના ચહેરા પર એ જ ભાવ અકબંધ હતા. એ પહેલા આવ્યો હતો ત્યાંથી અત્યાર સુધી સમય એમનો એમ થંભી ગયો હોય એમ લાગતું હતું. એનો ચહેરો પહેલા જેવો જ હતો. એક કોરી કિતાબ જેવો! “કેમ હજુ ખાધું નથી તે?” એણે મારા તરફ જોઈ કહ્યું. એના મોમાંથી શબ્દો નીકળ્યા પણ એના ચહેરાના ભાવ જરાય ન બદલાયા. “એમાં ઝેર હશે એટલે.” મારા પાસે કહ્યા વિના કોઈ છૂટકો ન હતો. એ સ્થિર ઉભો રહ્યો. મને જરાક નવાઈ લાગી. મારા એ વાક્ય પર એ ખડખડાટ હસવો જોઈતો હતો.