પ્રતિક્ષા ૨૧

(134)
  • 5.2k
  • 5
  • 1.9k

કહાનનું અણછાજતું વર્તન જોઇને દેવને ક્યારનું અજુગતું લાગતું જ હતું પણ તે જાણતો હતો કે કહાન જ્યાં સુધી પોતે આવીને વાત ના કરે ત્યાં સુધી એને કંઇજ પૂછવું યોગ્ય નહોતું. અને તે જાણતો હતો કે કહાન તેને કંઈ કહ્યા વગર નહિ જ રહે એટલે જ એ તેને સમય આપવા માંગતો હતો અને તેણે ધાર્યું હતું એવું જ બન્યું. કહાનનું આવીને સીધું વળગી પડવું જ સાબિતી હતું કે તે કેટલો મૂંઝાઈ રહ્યો હતો. પણ કહાને જેમ જેમ વાત કરવાની શરુ કરી તેમ તેમ દેવનું લોહી ઉકળતું ગયું. દેવ હંમેશાથી ખુબ શાંત જ રહેતો પણ કહાનની વાતો સાંભળી તેનું મગજ રીતસરનું છટક્યું“તને