પ્રપોઝ-3

(36)
  • 5.1k
  • 7
  • 2.7k

18 મી જાન્યુઆરીની રાત્રે લખેલ પત્ર તેણે ફરીથી વાંચ્યો. "આમાં ડિયર સંબોધન શોભતું નથી." તે બબડ્યો. "એણે ક્યાં હજી હામી ભરી છે કે આ શબ્દ વાપરવો જોઈએ ? બેવકૂફ દેખાઈશ " તેણે એ શબ્દ પર ચેકચાક કરીને ખાલી 'નેહલ' એ સંબોધન રાખ્યું. પણ બીજી જ મિનિટે ભૂસેલું લખાણ તેને ખટક્યું. કાંઈક વિચારતા તેણે સુલેખનની સ્પર્ધામાં ઉતરવું હોય તેમ ફરીથી નવા પેજમાં પત્ર લખવો શરૂ કર્યો.એક પેજમાં પંદર જેટલી લાઈન લખીને તેણે ફરીથી વાંચી. પછી સંતોષથી માથું હલાવ્યું. રાત્રીના સાડા દસ વાગ્યા હતા. પત્ર લખાઈ જતા તેણે દરવાજો ખોલ્યો. અને રોજની જગ્યાએ આવીને બેઠો.સામેના દરવાજાની તિરાડમાંથી આવતો ઉજાસ બંધ થયો.'પત્ર કાંઈ રીતે આપવો