સપના અળવીતરાં ૭

(46)
  • 4.1k
  • 2
  • 1.6k

દરિયો બન્યો ગોઝારો... એક માસુમ નો લીધો ભોગ! હેડલાઇન વાંચીને તેણે નિરાશાથી માથું ધુણાવ્યું .આંસુનું એક ટીપું એની આંખની ધાર પર આવીને અટકી ગયું. પેપર રોલ વાળી ને તેણે સાઇડ પર મૂકી દીધું .આખા સમાચાર વાંચવાની તસ્દી પણ ન લીધી. મનમાં એક ઝીણી ટીસ ઉઠી... ફરી એકવાર સંજોગો એ તેને હાથતાળી આપી દીધી હતી! માથું ધુણાવી તેણે વિચારોને ખંખેરી નાખ્યા અને ઓફિસ માટે તૈયાર થવા જતી રહી. આજે નવા ક્લાયન્ટ સાથે તેની મિટિંગ હતી. જો આ મીટીંગ સક્સેસફુલ રહે તો તેની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને એક બહુ મોટો પ્રોજેક્ટ મળવાની શક્યતા હતી.ફટાફટ તૈયાર થઈને તે ઓફિસે પહોંચી. મિટિંગ શરૂ થવાને હજી અડધો