પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : અખૂટ જનમેદની માં રાધા નાં અલૌકિક દર્શન શ્યામસુંદર નેં થાય છે. ભાવુક થઈ જાય છે,છતાં રુક્મણી નેં રાધા પાસે મૂકી ત્યાં થી તરત જ ચાલ્યા જાય છે. હવે, આગળ: દ્વારિકાધીશ તો એમની પ્રેમિકા, પ્રિયા, હ્રદયેશ્વરી,માનુની ને એક નજર નીરખી તેમને રુક્મણી નેં સોંપી ત્યાં થી ચાલ્યા ગયાં. પણ, અહીં રુક્મણીનાં હૈયે ધબકાર વધી ગયા. આટલાં મહાન આ માનુની નો હું સામનો કેવી રીતે કરીશ? મારી ઓળખાણ એમનેં કેવી રીતે આપીશ? એમનાં વ્યક્તિત્વ સામે મારી શું લાયકાત? આટ આટલાં દિવસો નાં વલોપાત અનેં તપશ્ચર્યા પછી તો એમનેં મળવા નુંંં સૌભાગ્ય મળ્યું. પણ, એમાં પણ, આ હૈયે,