-રાકેશ ઠક્કરકામિની ફાઇનાન્સર રાજીવ ગોયલને મળવા ગઇ ત્યારે તેમણે જે વાત કરી એ સાંભળી પોતે અહીં એકલી આવીને ભૂલ તો નથી કરીને? એવો સવાલ થયો. પ્રકાશચન્દ્રએ ગોયલ પાસે કામિની સાથે આવવા માટે કહ્યું હતું. પણ કામિનીને એવી કોઇ જરૂર લાગી ન હતી. તે રાજીવને ઘણા સમયથી ઓળખતી હતી. રાજીવે તેની ઘણી ફિલ્મોને ફાઇનાન્સ પૂરું પાડ્યું હતું. ત્યારે તે ફિલ્મોમાં માત્ર હીરોઇન તરીકે જ હતી. ફિલ્મનું કામ નિર્માતા-નિર્દેશક સંભાળતા હતા. તેને પોતાની ફી સાથે મતલબ રહેતો હતો. ફાઇનાન્સરનો હિસાબ નિર્માતા સાથે રહેતો હતો. પહેલી વખત તે નિર્માતા-નિર્દેશક પતિ માટે રાજીવ પાસે હાથ ફેલાવવા આવી હતી. તેને ખબર ન હતી કે રાજીવ