પહેલા દિવસે કોલેજ લંચબ્રેક પછી બે વાગે શરુ થઈ. અમે બધા અમારા કલાસ તરફ રવાના થયા અને સાંજ સુધી અમારા કલાસમાં વ્યસ્ત રહ્યા. હું છેલ્લી પાટલી પર ગોઠવાઈ. મને છેલ્લી પાટલીની આદત હતી. મને છેલ્લી પાટલી પર બેસવું ગમતું. એનો મોટો ફાયદો એક હતો કે આખા કલાસ પર ધ્યાન આપી શકાય અને ભણવામાં ધ્યાન આપવાની બિલકુલ જરૂર ન પડે. છેલ્લી પાટલી પર બેસવાનું એક બીજું પણ કારણ હતું કે હું દરેક અનયુઝઅલ ચીજ પર ધ્યાન આપી શકું. અલબત્ત છેલ્લી બેંચ પણ મારા કામનો એક હિસ્સો જ હતી. આખો વર્ગખંડ કોઈ થિયેટરની માફક લાગી રહ્યો