રાધાપ્રેમી રુક્મણી ભાગ -12

(22)
  • 4.6k
  • 3
  • 1.7k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : દ્વારિકા નો નવગ્રહ શાંતીયજ્ઞ સુખરૂપ સંપન્ન થઈ ગયો. સર્વકોઈ હવે, હસ્તિનાપુર નાં કુરુક્ષેત્ર માં થનાર શાશ્વત શાંતીયજ્ઞ માટે દ્વારિકા થી પ્રસ્થાન કરી ચૂક્યા છે. હવે, આગળ: નવગ્રહ શાંતીયજ્ઞ ની સમાપ્તિ સુખરૂપ થયાનો દ્વારિકા માં સૌને આનંદ છે. આનંદ ની આ પળો નેં વધારનાર કુરુક્ષેત્ર નો શાશ્વત શાંતીયજ્ઞ હવે, સહું નાં આકર્ષણ નું કેન્દ્ર છે. રાધા-મિલન નું આ છેલ્લું પ્રયોજન પણ છે, અને, આયોજન પણ, છે. યદુકુળવંશ માં સર્વત્ર ખુશી નું વાતાવરણ છે, વૃજવાસી ઓ સાથે નાં મીલન ની ઘડીઓ ગણાવા લાગી છે. કુરુક્ષેત્ર ની આ ભૂમી પર સર્વ રથ નેં ઉભા કરાયા છે. અખૂટ જનમેદની