સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૬

(23)
  • 2.7k
  • 7
  • 1.3k

યુવિકાની સ્પોન્સર્સ સાથેની મુલાકાત એક પછી એક સફળ થઇ રહી હતી. દુબઇમાં ઇવેન્ટ કરવાનું સ્વપ્ન હવે પૂરું થવાની કગાર પર હતું. પૂરતા ફંડની વ્યવસ્થા થતાની સાથે જ યુવિકાએ કરિશ્મા અને પોતાની ટિમના બીજા બે મેમ્બરને દુબઇ જવાના પ્લાન વિષે જણાવ્યું. ત્રણ દિવસ પછી યુવિકા અને કરિશ્મા દુબઇમાં લોકેશન ફિક્સ કરવા અને લીગલ પરમિશન પ્રોસેસ માટે રવાના થવાના હતા. કરિશ્મા પણ હવે ઇવેન્ટના કામમાં લાગી ગઈ હતી. પોતાની ઉદાસીને દૂર કરી એ પણ જોરશોરથી તૈયારીઓમાં લાગી હતી. યુવિકા અને કરિશ્મા યુવિકાના ઘરે ગાર્ડનમાં હિંચકે બેસીને કોફી પી રહ્યા હતા. સાંજનું વાતાવરણ ગાર્ડનની હરિયાળી અને